Tuesday, June 28, 2011

લઘુ ગ્રહ ભ્રમણ

2011MD નામનો લઘુ ગ્રહ આજ રોજ ભારતીય સમય અનુસાર રાત્રી ના ૧૦ વાગ્યાની આસપાસ પૃથ્વીથી ફક્ત ૧૨૩૦૦ કિ.મી. નજીક થી પસાર થશે. આ લઘુ ગ્રહ ઓસ્ટ્રેલીયા, ન્યુ ઝીલેન્ડ, દક્ષિણ અને પૂર્વ એશિયા ના દેશોમાં જોઈ શકાશે. આ લઘુ ગ્રહ ગત ૨૨ જુન ના રોજ નીયર અર્થ રીસર્ચ પ્રોજેક્ટ ની ટીમ દ્વારા શોધવામાં આવ્યો હતો.
૨૦૧૧ MD નો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકો નું કહેવું છે કે તેનો વ્યાસ ૫ થી ૨૦ મીટર જેટલો છે. આ લઘુ ગ્રહ ની પૃથ્વી ઉપર ની અથડામણ ની શક્યતા ખુબ ઓછી છે તેમ છતાં જો તે પૃથ્વી ના વાતાવરણ માં પ્રવેશે તો પણ પૃથ્વી ઉપર પહોંચતા પહેલાં જ તે આકાશ માં જ સળગી જશે જેથી પૃથ્વી વાસીઓને કોઈ નુકશાન થશે નહીં. હા એક ખુબ સારો ફાયર બોલ નો નઝારો જોવા જરૂર મળી શકે. પૃથ્વી ની આસ પાસ ફરતા ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહો કે જેઓ ૩૫૦૦૦ કિ.મી. ઉંચે રહી ને પૃથ્વીની આસ પાસ ફરે છે તેને નુકશાન થવાની શક્યતા નકારી શકાતી નથી પરંતુ તેની ભ્રમણ કક્ષા નો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકો નું માનવું છે કે આ લઘુ ગ્રહ પ્રુથ્વીના દક્ષિણ ધ્રુવ પ્રદેશ પાસેથી પસાર થવાનો હોઈ અને ભૂસ્થિર ઉપગ્રહો વિષુવ વૃત ઉપર ભ્રમણ કરતાં હોઈ આવી ટક્કર ની સંભાવના ઓછી છે. આ લઘુ ગ્રહ જોવા માટે ૮ઇંચ કે તેથી વધુ વ્યાસ વાળા મોટા ટેલીસ્કોપ નો ઉપયોગ કરી શકાય. દૂરબીન થી કે નરી આંખે આ લઘુ ગ્રહ જોઈ શકાશે નહીં
-સરેરાશ  દર ૬ વરસે એકાદ લઘુ ગ્રહ પ્રુથ્વી ની નજીક થી પસાર થાય છે.
- અત્યાર સુધીમાં નોંધાયેલ અવકાશી પદાર્થો પૈકી ૨૦૧૧ MD સૌથી વધુ નજીક થી પસાર થશે.

No comments:

Post a Comment